ભારવાડા ગામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત.
પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના અડવાણા રોડ પર ભારવાડા ગામ નજીક સોમવારની મોડી સાંજે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો અચાનક બન્યો હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અન
ભારવાડા ગામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત.


ભારવાડા ગામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત.


પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના અડવાણા રોડ પર ભારવાડા ગામ નજીક સોમવારની મોડી સાંજે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો અચાનક બન્યો હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, અડવાણા રોડ પરથી પસાર થઈ રહેલી કાર અને રીક્ષા વચ્ચે અથડામણ થતાં રીક્ષાને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં રીક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. અકસ્માતની જાણ થતાં બગવદર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને વાહનો અંગે માહિતી મેળવી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande