
ભાવનગર 09 જૂન (હિ.સ.) યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અગાઉ રદ કરાયેલી કેટલીક લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અને માર્ગ મુજબ નિયમિત રીતે ચાલશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અગાઉ અસરગ્રસ્ત બનેલી નીચે દર્શાવેલ ટ્રેનોનું સંચાલન હવે ફરીથી સામાન્ય કરવામાં આવ્યું છે.
ફરી શરૂ કરાયેલ ટ્રેનો:
• તારીખ 10.06.2026 અને 11.06.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસ.
• તારીખ 12.06.2026 અને 13.06.2026ના રોજ શાલીમારથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12906 શાલીમાર–પોરબંદર એક્સપ્રેસ.
• તારીખ 12.06.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12949 પોરબંદર–સાન્ત્રાગાછી એક્સપ્રેસ.
• તારીખ 14.06.2026ના રોજ સાન્ત્રાગાછીથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 12950 સાન્ત્રાગાછી–પોરબંદર એક્સપ્રેસ.
રેલવે પ્રશાસન યાત્રિયોને વિનંતી કરે છે કે, મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની તાજી સ્થિતિ અંગેની માહિતી અવશ્ય મેળવી લે. યાત્રિયોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે ઉપરોક્ત તમામ ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે અને તે તેમના નિર્ધારિત સમય અનુસાર ચાલશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ યાત્રિયોને સુરક્ષિત, વિશ્વસનીય અને ગુણવત્તાસભર રેલ સેવા પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે અને યાત્રી સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ