રાજકોટ એપીએમસીમાં કાળા તલ અને મગના ભાવે તોડ્યા રેકોર્ડ,મગનો ભાવ 1200થી 1784 રૂપિયા એક મણનો મળ્યો
- કપાસ અને ઘઉંમાં પણ બમ્પર આવક - મગની આવક 7400 ક્વિન્ટલ - કાળા તલની આવક 8100 ક્વિન્ટલ,ભાવ 2250થી 3667 રૂપિયા મળ્યોરાજકોટ,09 જૂન (હિ.સ.) સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાતા બજારમાં ભારે ચહલપહલ જોવા મળી
રાજકોટ એપીએમસીમાં કાળા તલ અને મગના ભાવે તોડ્યા રેકોર્ડ,મગનો ભાવ 1200થી 1784 રૂપિયા એક મણનો મળ્યો


- કપાસ અને ઘઉંમાં પણ બમ્પર આવક

- મગની આવક 7400 ક્વિન્ટલ

- કાળા તલની આવક 8100 ક્વિન્ટલ,ભાવ 2250થી 3667 રૂપિયા મળ્યોરાજકોટ,09 જૂન (હિ.સ.) સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાતા બજારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. આજે મગ, કાળા તલ, કપાસ અને મગફળી સહિતના અનાજ તેમજ મસાલા પાકોમાં ગતિશીલ વેપાર જોવા મળ્યો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. ચોમાસાની શરૂઆત પહેલાં ખેડૂતો પોતાની કિંમતી ઉપજ વેચવા માટે મોટી સંખ્યામાં યાર્ડ પહોંચ્યા છે. મગ, કાળા તલ, મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ, એરંડા, લસણ, મેથી અને લીંબુ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કૃષિ પેદાશોની મોટી આવક સાથે વેપાર ગતિશીલ રહ્યો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી.

યાર્ડમાં આજે મગની આવક 7400 ક્વિન્ટલ થઈ છે. મગનો ભાવ 1200થી 1784 રૂપિયા એક મણનો મળ્યો હતો. જ્યારે કાળા તલની આવક 8100 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ 2250થી 3667 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં ઘઉંની આવક 3600 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંનો ભાવ 450થી 588 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસની આવક આજે 440 ક્વિન્ટલ રહી હતી. કપાસનો ભાવ 1250થી 1766 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande