અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત
ભરૂચ, 09 જૂન (હિ.સ.) અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર આજે પૂરઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.એક કાર તો હાઇવેથી 50 ફૂટ નીચે ગોથલ
અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત


અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત


અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત


ભરૂચ, 09 જૂન (હિ.સ.) અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર આજે પૂરઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.એક કાર તો હાઇવેથી 50 ફૂટ નીચે ગોથલીયા ખાઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક ચોંકાવનારી ઘટનામાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી પોલીસ તપાસ દરમિયાન ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. અકસ્માતની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તુરંત જ જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી હોવાથી, તેઓને પ્રાથમિક અને વધુ સારવાર અર્થે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .

અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે પ્રાથમિક તપાસ અને પંચનામાની કાર્યવાહી શરૂ કરી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી જ દારૂ મળતાં સમગ્ર પંથકમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો? તેને ક્યાં સપ્લાય કરવાનો હતો? અને આ દારૂના જથ્થાને અકસ્માત સાથે કોઈ સીધો સંબંધ જેમ કે નશામાં ડ્રાઇવિંગ કરેલ છે કે નહીં, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande