સુભાષનગર વિસ્તારમાં જુગાર રમી રહેલ ચાર શખ્સો ઝડપાયા.
પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ચાર શખ્સોને હાર્બર મરીન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.18,070નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદરના સુભાષનગર ખાતે રામાપીર મંદિર પાસે કેટલાક ઈસમો પૈસાની હ
સુભાષનગર વિસ્તારમાં જુગાર રમી રહેલ ચાર શખ્સો ઝડપાયા.


પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ચાર શખ્સોને હાર્બર મરીન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.18,070નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોરબંદરના સુભાષનગર ખાતે રામાપીર મંદિર પાસે કેટલાક ઈસમો પૈસાની હારજીત સાથે તીનપત્તીનો જુગાર રમી રહ્યા2 છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી ચારેય આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં ખુશાલભાઈ ભરતભાઈ ચામડીયા , વિજય ઉર્ફે ટીની લખમણભાઈ બાંમણીયા , ભાવિક લાલજીભાઈ સીકોતરીયા અને કેતન ઉર્ફે બાપુળી ભરતભાઈ સોલંકી નો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સપેક્ટર સી.કે. કાતરિયા તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande