જમજીર ધોધ સાથે વીડિયો બનાવવા બાબતે, પાંચ આરોપીઓ સામે ધોરણસરની ફરિયાદ
ગીર સોમનાથ 9 જૂન (હિ.સ.) ગીર સોમનાથ, કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા, ધોધ નજીક ન જવા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તેમ છતાં સોયેબ રફીક દરજાદા, મ
જમજીર ધોધ સાથે વીડિયો બનાવવા બાબતે પાંચ આરોપીઓ સામે ધોરણસરની ફરિયાદ


ગીર સોમનાથ 9 જૂન (હિ.સ.) ગીર સોમનાથ, કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા, ધોધ નજીક ન જવા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

તેમ છતાં સોયેબ રફીક દરજાદા, મુસ્તાક ઉર્ફે મુન્નો કરીમભાઈ મકવાણા, શિરાજ શકીલત ભાઈ બ્લોચ, શાહીદ મહમદ યુનુસ બ્લોચ, સાબિર જુમાભાઈ ચાવડા, ધોધની નજીક ન્હાતા હોય તેવી વિડિયો (રિલ્સ) બનાવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતાં સદરહું ઈસમો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા, તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ ધોધ પર લોકોના પાણીમાં પ્રવેશ કરવા અને ન્હાવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં રિલ્સ બનાવતા ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસનો આદેશ આપ્યો છે.

વધુમાં જમજીર ધોધ ખાતે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લાના નાગરિકોને ધોધ ખાતે જીવ જોખમમાં મૂકી ન જવા કલેક્ટએ અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande