
સોમનાથ, 09 જૂન (હિ.સ.) રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે આગામી 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા-દાંડી તથા ધ્રાબાવડ ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીના દિશાનિર્દેશમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ વેગવંતી બની છે.
આ સફાઈ ઝૂંબેશ અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, ગ્રામપંચાયતની આસપાસ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યઓ, સરપંચ તથા સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ