12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના ઉમેજ-અંજાર રોડ પર ‘પ્લાસ્ટિક સફાઈ દિવસ’ની ઉજવણી
સોમનાથ,9 જૂન (હિ.સ.) રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 9 જૂન ના રોજ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અ
ઉમેજ-અંજાર રોડ પર ‘પ્લાસ્ટિક સફાઈ દિવસ’ની ઉજવણી


સોમનાથ,9 જૂન (હિ.સ.) રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 9 જૂન ના રોજ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અંતર્ગત 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણ અંતર્ગત જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ.એન.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઉમેજ તેમજ અંજાર રોડને રળિયામણું બનાવવાના ઉમદા હેતુથી 'પ્લાસ્ટિક સફાઈ દિવસ' નિમિત્તે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ઉમેજ તેમજ અંજાર રોડ પર 'પ્લાસ્ટિક સફાઈ દિવસ' ની ઉજવણીના ભાગરૂપે સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગામના સરપંચ, તલાટી, સફાઈ કર્મચારીઓ અને જાગૃત ગ્રામજનોએ એકસાથે શ્રમદાન કરીને રસ્તાઓની બંને બાજુ, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande