
સોમનાથ 9 જૂન (હિ.સ.) પેરોલ, ફર્લો જમ્પ, વચગાળાના જામીન, કેદી જાપ્તામાંથી તેમજ અન્ય જેલ ફરારી આરોપીઓને પકડવા અંગે 8 જૂન થી 21 જૂન દરમિયાન * ઓપરેશન કારાવાસ-2 * અંતર્ગત વિશેષ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના કરેલ હોય,
ટેકનીકલ એનાલીસીસ આધારે આધારે ઉના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હોય અને 10 જાન્યુઆરી,2025 ના રોજ થી દિન-15 ની પેરોલ રજા ભોગવી પેરોલ રજા પરથી 25 જાન્યુઆરી,2025 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાના બદલે છેલ્લા દોઢેક વર્ષથી ફરાર હોય
પકડેલ ફરાર કેદી આસીફ ઉર્ફે જીન્નત સફીભાઇ પઠાણ રહે.ઉના, ફરાર કેદીને રાજકોટ રેલ્વે પોલીસની મદદથી રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ