પુરુષોત્તમ માસે ઈશ્વરિયા ગામ,ભક્તિમય બન્યું : મહિલાઓ દ્વારા પૂજન-આરાધના, શિવમંદિરે કાંઠાગોરની આરતી વંદના
ભાવનગર, 09 જૂન (હિ.સ.)સનાતન હિન્દુ પરંપરામાં વિશેષ મહાત્મ્ય ધરાવતા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. ગામની ભાવિક મહિલાઓ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિયમિત પૂજન-આરાધના કરવામાં આવ
અધિક માસ


ભાવનગર, 09 જૂન (હિ.સ.)સનાતન હિન્દુ પરંપરામાં વિશેષ મહાત્મ્ય ધરાવતા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. ગામની ભાવિક મહિલાઓ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિયમિત પૂજન-આરાધના કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગામના શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી અને વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લઈ રહી છે.

હિન્દુ પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક માસ ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાય છે. આ માસ ભગવાન શ્રીવિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને આ સમયગાળામાં દાન, જપ, તપ, ઉપવાસ તેમજ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ રહેલું છે. ભક્તો આ માસ દરમિયાન વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને આધ્યાત્મિક લાભ મેળવવાનો પ્રયાસ કરે છે.

ઈશ્વરિયા ગામમાં પણ આ પરંપરાનું સુંદર રીતે પાલન થઈ રહ્યું છે. મહિલાઓ દ્વારા, નદી કિનારે તેમજ ધાર્મિક સ્થળોએ રેતીની પાંચ ઢગલીઓ બનાવી તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે. સાથે સાથે ભજન-કીર્તન, આરતી અને ભગવાનના સ્મરણ દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે.

ગામના નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતી, આ આરાધનામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે. રોજિંદા પૂજન અને આરતીના કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. પુરુષોત્તમ માસના આ પવિત્ર અવસરે ગામમાં ધાર્મિક સંસ્કારો, પરંપરા અને ભક્તિભાવનું સુંદર સંવર્ધન થઈ રહ્યું છે.

આ પ્રકારના ધાર્મિક આયોજનો માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કૃતિ પ્રત્યે આદર અને સનાતન પરંપરાના સંરક્ષણનો પણ સંદેશ આપી રહ્યા છે. ઈશ્વરિયા ગામમાં ચાલી રહેલી આ પૂજન-આરાધના ભક્તિ અને આસ્થાનું જીવંત ઉદાહરણ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande