
નવી દિલ્હી, 09 જુન, (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે કુવૈત રાજ્યના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સુરક્ષાની સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ, કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પરના હુમલાની ભારતની આકરી નિંદા કરી હતી અને આ મુદ્દા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપના માટે ડી-એસ્કેલેશન, સંવાદ અને મુત્સદ્દીગીરી માટે તેમની હાકલનો પુનરોચ્ચાર કર્યો હતો.
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કુવૈતમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી પર વ્યક્તિગત ધ્યાન આપવા બદલ અમીરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ