વાલિયા ઘોડા ગામમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી લાખો ટન માટી ચોરી ઝડપી પાડી
ભરૂચ, 09 જૂન (હિ.સ.) વાલિયા પંથકમાં ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ અને ખનિજ વિભાગે બાતમીના આધારે ઘોડા ગ્માના તળાવમાં દરોડા પાડીને સ્થળ પરથી એક હિટાચી મશીન અને
વાલિયા ઘોડા ગામમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી લાખો ટન માટી ચોરી ઝડપી પાડી


વાલિયા ઘોડા ગામમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી લાખો ટન માટી ચોરી ઝડપી પાડી


વાલિયા ઘોડા ગામમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી લાખો ટન માટી ચોરી ઝડપી પાડી


ભરૂચ, 09 જૂન (હિ.સ.) વાલિયા પંથકમાં ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ અને ખનિજ વિભાગે બાતમીના આધારે ઘોડા ગ્માના તળાવમાં દરોડા પાડીને સ્થળ પરથી એક હિટાચી મશીન અને પાંચ હાઇવા ટ્રક ઝડપી પાડ્યા છે.

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.એન.સોલંકીને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ઘોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કૌભાંડ ચાલી રહ્યું છે જેને આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક હિટાચી મશીન અને પાંચ હાઈવા ટ્રક પૈકી બે વાહનોમાંથી 40 મેટ્રિક ટન સાદી માટી મળી અંદાજીત 8 લાખનો દંડ ફટકારી પાંચ જેટલા વાહનો વાલિયા પોલીસ મથકે સોંપ્યા હતા.

ખાણ ખનીજ વિભાગની ટીમે જ્યારે સ્થળ પર રેડ કરી ત્યારે ઝડપાયેલા વાહનો પૈકીના બે વાહનોમાંથી આશરે 40 મેટ્રિક ટન જેટલી સાદી માટીનો જથ્થો મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તંત્ર દ્વારા અંદાજિત 8 લાખનો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે.

ઝડપાયેલા તમામ પાંચેય વાહનોને વાલિયા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે, જ્યારે હિટાચી મશીનને સ્થળ પર જ સીઝ કરી દેવાયું છે.જપ્ત કરાયેલા વાહનો અને તેના માલિકોની વિગત ખાણ અને ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા હાઇવા ટ્રકના નંબર અને તેના માલિકોના નામ નીચે મુજબ છે.હાઈવા નં. GJ-16-AV-4906 અને GJ-16-AV-0924 માલિક પ્રદીપ લખન રાવત , હાઈવા નં. GJ-16-AV-4719 અને GJ-16-AV-4535 માલિક ગેંદાલાલ શ્રીમદનલાલ રાવત અને હાઈવા નં. GJ-16-AV-0633 માલિક પ્રભુ રામધન મીનાના હાઈવાને ડિટેઇન કર્યા હતા.

ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા આ મામલે આગળની ઘનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande