કઠોરગામ નજીકથી 3.83 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુંબઈનો વેપારી ઝડપાયો
સુરત, 09 જૂન (હિ.સ.) કઠોર ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના એક વેપારીને પોલીસે ઝડપી રૂપિયા 3.88 લાખની કિંમતનો 38.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.3,88,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા વેપારીની
Arrest


સુરત, 09 જૂન (હિ.સ.) કઠોર ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના એક વેપારીને પોલીસે ઝડપી રૂપિયા 3.88 લાખની કિંમતનો 38.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.3,88,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા વેપારીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્ય મુજબ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે એવી બાતમી મળી હતી કે, મુંબઈથી એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને સુરતમાં સપ્લાય કરવા આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે કઠોરગામ ખાતે નેશનલ હાઈવે પર માનસરોવર રેસીડન્સીના ગેટ પાસે વોચ ગોઠવી મોહમંદ અલી સુલેમાન મન્સુરી મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાગેશ્રી ગામ)ને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી પોલીસને 38.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, પોલીસે મોહમંદ અલી મન્સુરી પાસેથી રૂપિયા 3,83,700 કિંમતનો ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડા રૂ.1,400 મલી કુલ રૂપિયા 3,88,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી મોહમંદ અલી મન્સુરીએ કબુલાત કરી હતી કે, મુંબઈના વાળીબંદર વિસ્તારમાં રહેતા અકબર નામના વ્યક્તિએ તેને આ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો.

આ જથ્થો સુરતના કઠોર વિસ્તારમાં રહેતા નાનો મન્સુરી સુધી પહોંચાડવાનો હતો. મોહમંદઅલી મન્સુરીની કબુલાતને પગલે પોલીસે બંને જણાને વોન્ટેડ બતાવી ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે, મોહમંદ અલી મન્સુરી દ્વારા સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રર્ગ્સનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની શક્યતા છે. મોબાઈલ ફોનના કોલ ડીટેઈલ્સ, નાણાકીય વ્યવહારો તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર રેકેટ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande