
કાઠમંડુ, નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.) નેપાળની સંસદમાં વિપક્ષી દળો દ્વારા ચાલી રહેલો ગતિરોધ આજે સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યો. આજે પ્રતિનિધિ સભાની બેઠકમાં પણ વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. બેઠક શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ પોતાની બેઠકો પરથી વિરોધ શરૂ કરી દીધો હતો.
જ્યારે અધ્યક્ષ ડી. પી. આર્યલે બેઠકની કાર્યવાહી શરૂ કરી ત્યારે વિપક્ષના સાંસદો ઊભા થઈ ગયા હતા. ત્યારબાદ સ્પીકર આર્યલે યુએમએલના સાંસદ ક્ષિતિજ થેબેને બોલવા માટે સમય આપ્યો હતો. થેબેએ કહ્યું કે જ્યાં સુધી વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સંસદમાં આપેલા તેમના નિવેદનનો જવાબ નહીં આપે ત્યાં સુધી વિપક્ષ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનું ચાલુ રાખશે.
પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે સંસદને સંબોધન કરતી વખતે આ ભૂમિકા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિપક્ષી દળોનું કહેવું છે કે, વડા પ્રધાન પોતે સ્પષ્ટતા કરે અને નિવેદનનો જવાબ આપે, તે પછી જ સંસદની કાર્યવાહીને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. વિપક્ષ આ મુદ્દે પોતાના વલણ પર અડગ છે અને વડાપ્રધાન પાસેથી જવાબની માંગ કરી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ