'સબકા સાથ, સબકા વિકાસ' થી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે દેશ: પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે સમાજના કલ્યાણ માટે સમર્પિત એક સાચા બુદ્ધિમાન વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં ''સબકા સાથ, સબકા વિકાસ''ની ભાવનાથી પ્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે સમાજના કલ્યાણ માટે સમર્પિત એક સાચા બુદ્ધિમાન વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં 'સબકા સાથ, સબકા વિકાસ'ની ભાવનાથી પ્રેરિત સતત પ્રયાસો દ્વારા આપણે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ''રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ આપણી અમૂલ્ય પૂંજી રહી છે. છેલ્લા 12 વર્ષોમાં 'સબકા સાથ, સબકા વિકાસ'ની ભાવનાથી પ્રેરિત સતત પ્રયાસોથી જ આજે આપણે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર છીએ.''

તેમણે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં લખ્યું કે......

आर्यकर्माणि राज्यन्ते भूतिकर्माणि कुर्वते।हितं च नाभ्यसुयन्ति स वै पण्डित उच्यते॥

આ સુભાષિતનો અર્થ છે કે, જે વ્યક્તિ હંમેશા નેક અને સદાચારી કાર્યોમાં લાગેલો રહે છે, સમાજની પ્રગતિ અને કલ્યાણ પ્રત્યે સમર્પિત રહે છે, બીજાના લાભકારી શબ્દો અને કાર્યોનું સન્માન કરે છે અને તેમના પ્રત્યે કોઈ દુર્ભાવના રાખતો નથી, તે જ ખરેખર બુદ્ધિમાન કહેવાય છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande