પંચમહાલ જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિઓએ કરાવ્યો શુભારંભ
ગોધરા, 09 જૂન (હિ.સ.) પંચમહાલ જિલ્લામાં ''પ્રગતિ પથ યાત્રા''નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિઓએ કરાવ્યો શુભારંભ જનકલ્યાણ માટેના વિકાસલક્ષી પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરાઈ વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસ
પંચમહાલ જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિશ્રીઓએ કરાવ્યો શુભારંભ


પંચમહાલ જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિશ્રીઓએ કરાવ્યો શુભારંભ


પંચમહાલ જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિશ્રીઓએ કરાવ્યો શુભારંભ


ગોધરા, 09 જૂન (હિ.સ.) પંચમહાલ જિલ્લામાં 'પ્રગતિ પથ યાત્રા'નો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી લીલી ઝંડી આપી જનપ્રતિનિધિઓએ કરાવ્યો શુભારંભ

જનકલ્યાણ માટેના વિકાસલક્ષી પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરાઈ

વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી ‘પ્રગતિ પથ યાત્રા’ ના આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહત્વના વિકાસલક્ષી કાર્યોની જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.

આ પ્રગતિ પથ યાત્રાનો વિધિવત શુભારંભ ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ સમાન 'ખેલ મહાકુંભ' પર આધારિત એક વિશેષ શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આ ખેલ મહાકુંભના કારણે છેલ્લા ૧૫ વર્ષમાં રાજ્યના નવયુવાનોને ખેલ જગતમાં મળેલી અભૂતપૂર્વ સફળતાની ઝાંખી આ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગ પૂલનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું.

આ યાત્રા દરમિયાન જિલ્લાના વિકાસને ગતિ આપતા મુખ્ય પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગોધરા રેન્જ આઈજીની નવીન કચેરીના નિર્માણ કાર્યની પ્રગતિ ચકાસવામાં આવી હતી.નવીન આર.ટી.ઓ. કચેરી ,ચંચોપા ખાતે બની રહેલી આધુનિક RTO કચેરીની મુલાકાત લેવાઈ હતી.પંચમહાલ ડેરીનો ઓટોમેટિક પ્લાન્ટ, પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી નિહાળી હતી.પાનમ લિફ્ટ ઇરીગેશન યોજના શહેરાના મહેલાણ ખાતે કાર્યરત આ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. મોરવા હડફ ખાતે આવેલ ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જનપ્રતિનિધિઓએ શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

'વૃક્ષ જતન, પર્યાવરણ જતન'ના સંદેશ સાથે પ્રગતિ પથ યાત્રા દરમિયાન જનપ્રતિનિધિઓએ જે જે સ્થળોની મુલાકાત લીધી હતી, તે તમામ સ્થળોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સંકલ્પ દોહરાવ્યો હતો.

આ સમગ્ર યાત્રામાં સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સર્વે જયદ્રથ સિંહ પરમાર તેમજ મનીષા સુથાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, પ્રાંત અધિકારીનિરલ મોદી સહિત વિવિધ સ્થળોએ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande