પદરજ ફાઉન્ડેશન દ્વારા કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયની દીકરીઓને નોટબુકનું વિતરણ
ભાવનગર, 09 જૂન (હિ.સ.) દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુ સાથે અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા પદરજ ફાઉન્ડેશન દ્વારા કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણિયાળીની તમામ વિદ્ય
નોટબુક વિતરણ


ભાવનગર, 09 જૂન (હિ.સ.) દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુ સાથે અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા પદરજ ફાઉન્ડેશન દ્વારા કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોટી પાણિયાળીની તમામ વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કીટ રૂપે પાંચ-પાંચ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓમાં ખાસ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નોટબુક પ્રાપ્ત થતાં જ દીકરીઓના ચહેરા પર ખુશીની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. અભ્યાસ માટે ઉપયોગી એવી આ ભેટ તેમના માટે પ્રેરણારૂપ સાબિત થઈ હતી. શિક્ષણ ક્ષેત્રે આવી નાની પરંતુ મહત્વપૂર્ણ સહાય વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ પૂરું પાડે છે.

કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ શાળા પરિવારના સભ્યોએ પદરજ ફાઉન્ડેશનના સેવાભાવી અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓના શિક્ષણ માટે સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું યોગદાન અત્યંત સરાહનીય છે. આવા પ્રયાસોથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેનો રસ વધે છે અને શિક્ષણને વધુ મજબૂત આધાર મળે છે.

પદરજ ફાઉન્ડેશન દ્વારા સમાજના વિવિધ વર્ગોના લોકો માટે સમયાંતરે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણ સંબંધિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયેલ આ નોટબુક વિતરણ કાર્યક્રમ પણ સંસ્થાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા પદરજ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande