સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશના સંકલ્પ સાથે, ડેડીયાપાડા અને ચીકદા તાલુકામાં પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ ઉજવાયો
- જનભાગીદારી થકી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો અને કચેરીઓ કચરામુક્ત કરવામાં આવી રાજપીપળા,09 જૂન (હિ.સ.) રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ
Plastic Free Village Day was celebrated in Dediyapada and Chikda talukas


Plastic Free Village Day was celebrated in Dediyapada and Chikda talukas


- જનભાગીદારી થકી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો અને કચેરીઓ કચરામુક્ત કરવામાં આવી

રાજપીપળા,09 જૂન (હિ.સ.) રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 9 જૂનના રોજ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અંતર્ગત નર્મદા જિલ્લાના

ડેડીયાપાડા અને ચીકદા તાલુકા ખાતે સફાઈ કર્મ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ગામના મુખ્ય

રસ્તાઓની બંને બાજુઓ, જાહેર સ્થળો, ગ્રામપંચાયતની આસપાસ તેમજ બજાર વિસ્તારોમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો તથા

મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande