ઉધનામાં યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દેતાં પોલીસ ફરિયાદ
સુરત, 09 જૂન (હિ.સ.): ઉધના વિસ્તારમાં રહેતી યુવતીને મહારાષ્ટ્રના નંદુરબારના યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી જુનાગઢના કોડવાવ ગામે આવેલ વાડીમાં લઈ જઈ અવારનવાર શારિરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી તરછોડી નાસી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધ
ઉધનામાં યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દેતાં પોલીસ ફરિયાદ


સુરત, 09 જૂન (હિ.સ.): ઉધના વિસ્તારમાં રહેતી યુવતીને મહારાષ્ટ્રના નંદુરબારના યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી જુનાગઢના કોડવાવ ગામે આવેલ વાડીમાં લઈ જઈ અવારનવાર શારિરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી તરછોડી નાસી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આરોપી ઇશ્વર પંડિત ઠાકરે (રહે,મૂળ ગામ કુડાવત, તા.શાહદા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર, હાલ ગામ આસોદ, તા.શાહદા, જી.નંદુરબાર)એ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી ઓક્ટોબર-2025થી લઈને તા.14 જાન્યુઆરી-2026 દરમિયાન જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ ગામે દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈની વાડીમાં અવારનવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ બાદમાં યુવતી ગર્ભવતી બનતા તરછોડી નાસી ગયો હતો. બનાવ અંગે યુવતીની ફરિયાદને આધારે ઉધના પોલીસે ઈશ્વર ઠાકરે સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande