શ્રદ્ધા કપૂરની ઈથા ફિલ્મની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.) મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. રિલીઝ તારીખ જાહેર થયા પછીથી, શ્રદ્ધાના ચાહકોમાં રિલીઝ તારીખે ઉત્સાહ જગાવ્યો છે. અભિનેત્રી છેલ્લે સુપરહિટ હોરર-કોમેડી સ્ત્રી
શ્રદ્ધા કપૂર -ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.) મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. રિલીઝ તારીખ જાહેર થયા પછીથી, શ્રદ્ધાના ચાહકોમાં રિલીઝ તારીખે ઉત્સાહ જગાવ્યો છે. અભિનેત્રી છેલ્લે સુપરહિટ હોરર-કોમેડી સ્ત્રી 2 માં જોવા મળી હતી, ત્યારબાદ દર્શકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

અહેવાલો અનુસાર, ઈથા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓને આશા છે કે, ફિલ્મને તહેવાર દરમિયાન કૌટુંબિક દર્શકો તરફથી જોરદાર સમર્થન મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે રણદીપ હુડ્ડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મુખ્ય ભૂમિકામાં છે. લક્ષ્મણ ઉતેકરે, અગાઉ વિકી કૌશલ અભિનીત સફળ ફિલ્મ છાવાનું દિગ્દર્શન કર્યું હતું.

ઈથા મહારાષ્ટ્રના પ્રખ્યાત લોક કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત બાયોપિક છે. આ ફિલ્મ મોટા પડદા પર તેમના સંઘર્ષો, કલા અને લોક સંસ્કૃતિમાં યોગદાન રજૂ કરશે. શ્રદ્ધા કપૂર આ પડકારજનક ભૂમિકામાં જોવા મળશે, જેણે દર્શકો અને ફિલ્મ ઉદ્યોગમાં પહેલેથી જ નોંધપાત્ર ચર્ચા જગાવી છે. મેડોક ફિલ્મ્સનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આ વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બનવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande