પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થતાં CHC ગઢડા ખાતે વિશેષ ઉજવણી
બોટાદ, 09 જૂન (હિ.સ.) સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ગઢડા ખાતે 09 જૂન 2026ના રોજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળ 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત
હોસ્પિટલ ના ફાઈલ ફોટો


બોટાદ, 09 જૂન (હિ.સ.) સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ગઢડા ખાતે 09 જૂન 2026ના રોજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળ 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત માતૃત્વ અંગે જાગૃત કરવા તેમજ માતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

કાર્યક્રમમાં CHC ગઢડાના અધિક્ષક , મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તથા લેબોરેટરી ટેકનિશિયન સહિતના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવા, સમયસર આરોગ્ય તપાસ કરાવવાની તેમજ નિયમિત રીતે લોહી અને પેશાબની તપાસ કરાવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા જોખમી લક્ષણો અંગે પણ સગર્ભા મહિલાઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારની જટિલતા સર્જાય તે પહેલાં યોગ્ય સારવાર મેળવી શકાય. આરોગ્ય કર્મચારીઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ મળતી આરોગ્ય સેવાઓ અને તેના લાભો વિશે પણ માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સુરક્ષિત માતૃત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ માહિતીસભર ચર્ચાઓ યોજાઈ હતી. આરોગ્ય વિભાગના સ્ટાફે ગર્ભવતી મહિલાઓને નિયમિત ચેકઅપ, રસીકરણ, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓનું સેવન અને સંસ્થાકીય પ્રસૂતિના મહત્વ અંગે સમજણ આપી હતી.

આ ઉજવણી દ્વારા માતા અને બાળકના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ દરેક સગર્ભા મહિલાને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande