'સુગમ ડિજિટલ ગુજરાત' ડિજિટલ પોર્ટલના માધ્યમથી 20થી વધુ સરકારી સેવાઓ થઈ પેપરલેસ
સુરત, 09 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ડિવિઝન દ્વારા નાગરિકોની સુવિધા માટે ''સુગમ ડિજિટલ ગુજરાત'' પોર્ટલના શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ સરકારી સેવાઓનો લાભ ઓનલાઈન મેળવી શકાય છે. આ નવીન પેપરલેસ અને ડિજીટલ પહેલનો
Surat


સુરત, 09 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ડિવિઝન દ્વારા નાગરિકોની સુવિધા માટે 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલના શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ સરકારી સેવાઓનો લાભ ઓનલાઈન મેળવી શકાય છે. આ નવીન પેપરલેસ અને ડિજીટલ પહેલનો લાભ લેવા સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘હવે સામાન્ય જનતાએ નાની-મોટી સરકારી સેવાઓ કે પ્રમાણપત્રો માટે જનસેવા કેન્દ્રો પર રૂબરૂ જવાની જરૂર નથી. આ પોર્ટલના માધ્યમથી વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે 20થી વધુ વિવિધ સેવાઓ અત્યંત સરળતાથી ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે.

આ પ્રસંગે કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આ પહેલ હેઠળ હવે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનમાં ઉપયોગી એવા આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી સેવાઓ સહિત ૨૦થી વધુ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી કચેરી કે જનસેવા કેન્દ્રો પર રૂબરૂ જવું નહી પડે. ટેકનોલોજીના માધ્યમથી હવે અરજી કરવાથી લઈને પ્રમાણપત્ર મેળવવા સુધીની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ઓનલાઇન કરી દેવામાં આવી છે, એટલે અરજદારે ફોટો પડાવવા કે ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે કચેરીએ આવવું નહીં પડે. તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન જ અપલોડ કરી શકાશે અને મંજૂર થયેલો દાખલો કે પ્રમાણપત્ર પણ સીધું જ નાગરિકના ફોન, લેપટોપ કે કમ્પ્યુટર પર ડિજિટલ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે.

અરજદારો હવે જનસેવા કેન્દ્રમાં લાઈનોમાં ઊભા રહેવાને બદલે ટેકનોલોજીના ઉપયોગથી ઘરે બેઠા જ કામગીરી પૂર્ણ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા 'એન્ડ-ટુ-એન્ડ' ઓનલાઇન હોવાથી પારદર્શિતા વધશે અને સમયની બચત થશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande