પલસાણા તાલુકાના પીસાદ ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અંતર્ગત રોડ-રસ્તાની સાફ-સફાઈ કરાઈ
સુરત, 09 જૂન (હિ.સ.) રાજ્યવ્યાપી ‘12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં પણ પર્યાવરણ જતન અને સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા માટે વિવિધ
Surat


સુરત, 09 જૂન (હિ.સ.) રાજ્યવ્યાપી ‘12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના’ થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં પણ પર્યાવરણ જતન અને સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પીસાદ ગામે ગ્રામજનો અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયત પીસાદથી બારડોલી રોડ ઉપર સફાઈ અભિયાન પ્રારંભાયું હતું.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. જે અનુસંધાને પલસાણા તાલુકાના પીસાદ ગામે વહેલી સવારથી જ ઉત્સાહભેર સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન થકી ગામે ગામ લોકોને કચરો ગમે ત્યાં ન ફેંકવા, સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ તથા કચરાના યોગ્ય નિકાલ માટે જાગૃત કરાયા હતા. ગામના વિવિધ જાહેર સ્થળો પર શ્રમદાન કરીને સફાઈ ઝુંબેશ ચલાવી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande