બખરલા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું.
પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના બખરલા ગામના રહેવાસી એક વ્યક્તિનું ઝેરી દવા પી જતાં મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.પ્રવીણ પુંજાભાઈ મારૂ રહે. બખરલા ગામ, કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા. પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક
બખરલા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું.


પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર તાલુકાના બખરલા ગામના રહેવાસી એક વ્યક્તિનું ઝેરી દવા પી જતાં મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.પ્રવીણ પુંજાભાઈ મારૂ રહે. બખરલા ગામ, કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા. પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વ્યક્તિએ કોઈ અજાણ્યા કારણોસર આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના નિવેદનો અને અન્ય પરિસ્થિતિઓના આધારે ઘટનાનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande