
સુરત, 09 જૂન (હિ.સ.) પરવત પાટીયા વિસ્તારમાં આવેલ અમેઝિયા વોટર પાર્કમાં ફરવા માટે આવેલા અંકલેશ્વરના શાહ પરિવારની વોટર પાર્કની બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યો સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ મળી કુલ રૂ.1.46 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સૂષ્ટિ એપાર્ટમેન્ટ, જીઆઈડીસી અંકલેશ્વર ખાતે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા રાકેશકુમાર પ્રકાશભાઈ શાહ ગત 7 જૂનના રોજ બપોરે પરવત પાટીયા ખાતે આવેલા અમેઝિયા વોટર પાર્કમાં ફરવા માટે ગયા હતા. રાકેશકુમારે તેમની કાર વોટર પાર્કની સામે જાહેર રોડ પર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ અજાણ્યાએ કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી અંદર રાખેલું રૂપિયા 1.46 લાખની કિંમતનું તોલાનું સોનાનું મંગળસૂત્ર અને રોકડા રૂ.6,000 મળી કુલ રૂ.1,46,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગય હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે