વલસાડ તાલુકાના ૪૦ ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે, સ્વચ્છ ભારત મિશન અને અતુલ ફાઉન્ડેશન વચ્ચે MOU
વલસાડ, 09 જૂન (હિ.સ.) વલસાડ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને અતુલ ફાઉન્ડેશન (CSR) વચ્ચે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ તાલુકાની ૩૯ ગ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની બૈઠક


વલસાડ, 09 જૂન (હિ.સ.) વલસાડ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને અતુલ ફાઉન્ડેશન (CSR) વચ્ચે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતોના ૪૦ ગામોમાં ઘન કચરાના વૈજ્ઞાનિક અને અસરકારક વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ, યોજાયેલી બેઠકમાં આ કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. યોજનાનો મુખ્ય હેતુ ગામોમાં સ્વચ્છતા જાળવવા, જાહેર આરોગ્ય સુધારવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

કરાર મુજબ ગામોમાં ઘર, દુકાનો, સંસ્થાઓ તથા જાહેર સ્થળોએથી ઉત્પન્ન થતા ભીના અને સૂકા કચરાનું સ્ત્રોત પર જ અલગકરણ કરવામાં આવશે. ત્યારબાદ કચરાનું નિયમિત સંગ્રહ, સુરક્ષિત પરિવહન, પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે.

બેઠક દરમિયાન જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર અને SWM કન્સલ્ટન્ટ દ્વારા ‘Solid Waste Management Rules-2026’ તેમજ પ્રોજેક્ટના અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય જીગ્નાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, વલસાડના TDO, ATDO, અતુલ ફાઉન્ડેશનની ટીમ, SBM-Gના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના તલાટી અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રતિનિધિઓએ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

આ પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ મળશે અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે, એક સકારાત્મક અને ટકાઉ મોડેલ ઉભું થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande