બોટાદ જિલ્લામાં “પ્રગતિ પથ યાત્રા” અંતર્ગત વિકાસગાથાના વિવિધ આયામોની મુલાકાત
ભાવનગર,09 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લામાં “પ્રગતિ પથ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર કામગીરીને નજીકથી નિહાળવા માટે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ નિમુ બાંભણિયાની અધ્યક્ષતા
મુલાકાત લેતા નિમુબેન


ભાવનગર,09 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લામાં “પ્રગતિ પથ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર કામગીરીને નજીકથી નિહાળવા માટે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ નિમુ બાંભણિયાની અધ્યક્ષતામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો અને સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી.

યાત્રા દરમિયાન સૌપ્રથમ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી શૈક્ષણિક સુવિધાઓ, રહેણાંક વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મોડેલ સ્કૂલની મુલાકાત દરમિયાન શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રગતિ પથ યાત્રા અંતર્ગત “વન કવચ” પ્રોજેક્ટની પણ મુલાકાત લેવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે હાથ ધરાયેલા વૃક્ષારોપણ અને જૈવ વૈવિધ્યતા જાળવવાના પ્રયાસોની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ ભાવિ પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

યાત્રાના અંતિમ તબક્કે મધુસૂદન ડેરીની મુલાકાત લેવામાં આવી હતી. અહીં દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ, ગુણવત્તા નિયંત્રણ અને પશુપાલકોને મળતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડેરી ક્ષેત્રે થયેલા આધુનિકીકરણ અને ગ્રામ્ય અર્થતંત્રને મળતા પ્રોત્સાહન અંગે ઉપસ્થિત મહાનુભાવોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande