સ્વચ્છતા સપ્તાહ અભિયાનમાં સહભાગી થતાં અરણેજ-ઉનાના ગ્રામજનો ગીરગઢડા ખાતે વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા રેલી’ યોજી
ગીર સોમનાથ 9 જૂન (હિ.સ.) જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશીના દિશાનિર્દેશમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ વેગવંતી બની છે. ત્યારે કોડીનાર તાલુકાના અરણેજ અને ઉના ગામના ગ્રામજનો પણ સ
સ્વચ્છતા સપ્તાહ અભિયાનમાં સહભાગી થતાં અરણેજ-ઉનાના


ગીર સોમનાથ 9 જૂન (હિ.સ.) જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશીના દિશાનિર્દેશમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ વેગવંતી બની છે. ત્યારે કોડીનાર તાલુકાના અરણેજ અને ઉના ગામના ગ્રામજનો પણ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.

‘ચાલો, સૌ સાથે મળી આપણા ગામને સ્વચ્છ બનાવીએ’ ની નેમ સાર્થક કરતા અરણેજ-ઉનાના ગ્રામજનોએ સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા ગામ સ્વચ્છ બન્યું અને પર્યાવરણ ને પણ ફાયદો થાશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

ગીરગઢડા ખાતે પણ ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ અને ઝાડી-ઝાંખરા, મુખ્ય રસ્તા તેમજ શેરીઓની સફાઈ કરી હતી. જ્યારે ગીરગઢડા ખાતે વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા રેલી’ યોજી સફાઈનો સંદેશો આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande