જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
જુનાગઢ,09 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા જનસેવાના કાર્યો થકી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકવાર જન કલ્યાણ શિબિર યોજવામાં આવનાર છે. આ સંદર્ભમાં જિલ્લા
જિલ્લા કલેકટર  યોગેશ ચૌધરીએ જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા


જુનાગઢ,09 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા જનસેવાના કાર્યો થકી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતની બેઠકવાર જન કલ્યાણ શિબિર યોજવામાં આવનાર છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ સંબંધિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જનકલ્યાણ શિબિરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેકટરએ જન કલ્યાણ શિબિર ખરા અર્થમાં લાભદાયી નીવડે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયત બેઠક વાર યોજાનાર આ કાર્યક્રમની ગામડાઓમાં સરપંચ સહિતના અગ્રણીઓને સાથે રાખીને પૂરતો પ્રચાર પ્રસાર થાય અને લોકોને કાર્યક્રમની જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમના સ્થળે પીવાના પાણી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પણ માર્ગદર્શન કર્યું હતું. આમ, નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમની તર્જ ઉપર જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમના માધ્યમથી લોકો જુદી જુદી સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રો મેળવી શકશે.

જનકલ્યાણ શિબિર કાર્યક્રમના નોડલ ઓફિસર અને અને એડિશનલ કલેક્ટર સુશ્રી જીજ્ઞાબેન દલાલે આ બેઠકની પૂર્વભૂમિકા આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ ઉપરાંત તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande