ડાયમંડ લીગ 2026: સર્વેશ કુશારે એ ડેબ્યૂમાં જીત્યો કાંસ્ય, મોનાકોમાં ત્રીજા સ્થાને રહ્યા
મોનાકો, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભારતના રાષ્ટ્રીય રેકોર્ડધારી સર્વેશ કુશારે એ, ડાયમંડ લીગમાં પોતાના પ્રથમ જ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતાં શુક્રવારે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. મોનાકોમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામ
ભારતના રાષ્ટ્રીય રેકોર્ડધારી સર્વેશ કુશારે


મોનાકો, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભારતના રાષ્ટ્રીય રેકોર્ડધારી સર્વેશ કુશારે એ, ડાયમંડ લીગમાં પોતાના પ્રથમ જ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતાં શુક્રવારે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. મોનાકોમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં કુશારેએ 2.26 મીટરની સર્વશ્રેષ્ઠ છલાંગ લગાવી પોડિયમ પર સ્થાન બનાવ્યું.

આ સ્પર્ધાનું સ્વર્ણપદક યુક્રેનના ઓલેહ ડોરોશચુકે 2.32 મીટરની છલાંગ સાથે જીત્યું, જ્યારે ગ્રેટ બ્રિટનના કિમાની જેકે 2.30 મીટરના પ્રયાસ સાથે રજતપદક પોતાના નામે કર્યું.

તેમ છતાં સર્વેશ પોતાના રાષ્ટ્રીય રેકોર્ડ 2.31 મીટરની બરાબરી કરી શક્યા નહીં. તેમણે આ રેકોર્ડ તાજેતરમાં ભુવનેશ્વરમાં યોજાયેલી 65મી રાષ્ટ્રીય આંતરરાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો. તે દરમિયાન તેમણે તેજસ્વિન શંકરના 2.29 મીટરના જૂના રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો હતો.

ડાયમંડ લીગ પહેલાં સર્વેશ અને કિમાની જેક બંનેનું આ સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2.31 મીટર હતું, જે સ્પર્ધામાં ભાગ લેનારા 10 ખેલાડીઓમાં સંયુક્ત રીતે સૌથી સારું હતું.

આ સ્પર્ધામાં ટોક્યો ઓલિમ્પિકના સંયુક્ત સ્વર્ણપદક વિજેતા ઇટાલીના જિયાનમાર્કો તામ્બેરી અને કતરના મુતાઝ બરશીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં. તામ્બેરી 2.23 મીટરની છલાંગ સાથે સંયુક્ત છઠ્ઠા સ્થાને રહ્યા, જ્યારે બરશીમ 2.20 મીટરના પ્રયાસ સાથે સંયુક્ત આઠમા સ્થાને રહ્યા.

સર્વેશ કુશારેનું આ પ્રદર્શન ભારતીય એથ્લેટિક્સ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહ્યું છે અને આવનારા આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ પહેલાં તેમના આત્મવિશ્વાસને પણ મજબૂત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande