નોર્વેને 2-1થી હરાવી, ફિફા વર્લ્ડ કપ-2026ના ફાઇનલમાં પહોંચ્યું ઇંગ્લેન્ડ
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) ઇંગ્લેન્ડે જુડ બેલિંગહેમના શાનદાર બે ગોલની મદદથી ફિફા વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે નોર્વેને એક્સ્ટ્રા ટાઇમમાં 2-1થી
નોર્વે


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) ઇંગ્લેન્ડે જુડ બેલિંગહેમના શાનદાર બે ગોલની મદદથી ફિફા વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે નોર્વેને એક્સ્ટ્રા ટાઇમમાં 2-1થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો.

મેચનો નિર્ણય નિર્ધારિત 90 મિનિટમાં થઈ શક્યો નહોતો. નિયમિત સમય પૂરો થવા સુધી બંને ટીમો 1-1ની બરાબરી પર હતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમમાં બેલિંગહેમે, વિજયી ગોલ કરીને ઇંગ્લેન્ડને યાદગાર જીત અપાવી.

નોર્વેએ મેચનો પહેલો ગોલ 36મા મિનિટમાં કર્યો. એન્ડ્રિયાસ શ્જેલ્ડરુપે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી. જોકે, ઇંગ્લેન્ડે વધુ સમય રાહ જોવી પડી નહીં અને થોડા જ મિનિટ બાદ જુડ બેલિંગહેમે બરાબરીનો ગોલ કર્યો.

બીજા હાફમાં બંને ટીમોએ અનેક તક ઊભી કરી, પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં. પરિણામે મુકાબલો, એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચ્યો. એક્સ્ટ્રા ટાઇમની શરૂઆતમાં જ જુડ બેલિંગહેમે 93મા મિનિટમાં પોતાનો બીજો અને મેચનો નિર્ણાયક ગોલ કર્યો. આ ગોલ બાદ ઇંગ્લેન્ડે સરસાઈ જાળવી રાખી અને અંતે 2-1થી મુકાબલો પોતાના નામે કર્યો.

મેચ બાદ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ થોમસ ટુચેલે કહ્યું કે, પરિણામ શાનદાર રહ્યું છે. અમે ટૂર્નામેન્ટની છેલ્લી ચાર ટીમોમાં પહોંચી ગયા છીએ, જે અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. જોકે, અમે કેટલીક ભૂલો પણ કરી. અમારી ગતિ એટલી સારી નહોતી અને રમતમાં સતતપણાની પણ કમી રહી. આજે નસીબ અમારી સાથે હતું.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande