ફીફા વિશ્વ કપ 2026: આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વાર ફાઇનલમાં સ્થાન બનાવ્યું
એટલાન્ટા, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). લિયોનેલ મેસીના શાનદાર પ્રદર્શન અને છેલ્લી મિનિટોમાં કરેલા બે એસીસ્ટને કારણે આર્જેન્ટિનાએ ફીફા વિશ્વ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં બુધવારે ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સતત બીજી વાર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું. હવે 1
લિયોનેલ મેસી


એટલાન્ટા, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). લિયોનેલ મેસીના શાનદાર પ્રદર્શન અને છેલ્લી મિનિટોમાં કરેલા બે એસીસ્ટને કારણે આર્જેન્ટિનાએ ફીફા વિશ્વ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં બુધવારે ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સતત બીજી વાર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું. હવે 19 જુલાઈએ યોજાનારી ખિતાબી મેચમાં આર્જેન્ટિનાનો મુકાબલો સ્પેન સામે થશે.

ઇંગ્લેન્ડે મેચની 55મી મિનિટે એન્થોની ગોર્ડનના ગોલને કારણે લીડ મેળવી લીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ 1966 પછી પહેલી વાર વિશ્વ કપ ફાઇનલમાં પહોંચશે, પરંતુ અંતિમ પાંચ મિનિટમાં મેસીના જાદુએ મેચનો પાસો પલટી નાખ્યો.

મેસીના એસીસ્ટથી પલટાઈ મેચ

મેચની 85મી મિનિટે લિયોનેલ મેસીએ કોર્નરથી રમતની શરૂઆત કરતા બોલ પાછો લીધો અને મિડફિલ્ડમાં હાજર એન્ઝો ફર્નાન્ડેઝને શાનદાર પાસ આપ્યો. ફર્નાન્ડેઝે લગભગ 25 યાર્ડના અંતરેથી ઉત્તમ કર્લિંગ શોટ મારીને ગોલ કર્યો અને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો.

ત્યારબાદ વધારાના સમયની બીજી મિનિટમાં મેસીએ એક સચોટ ક્રોસ બોક્સમાં પહોંચાડ્યો, જ્યાં લાઉટારો માર્ટિનેઝે બે ડિફેન્ડરોની વચ્ચેથી નીકળીને શાનદાર હેડર દ્વારા વિજયી ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની યાદગાર જીત અપાવી.

ફાઇનલમાં સ્પેન સામે ટકરાશે આર્જેન્ટિના

જીત સાથે આર્જેન્ટિનાએ સતત બીજી વાર વિશ્વ કપ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે ટીમ પાસે બ્રાઝિલ (1958 અને 1962) પછી સતત બે વિશ્વ કપ જીતનારી પ્રથમ ટીમ બનવાની સુવર્ણ તક હશે.

જ્યારે ઇંગ્લેન્ડનું 60 વર્ષ પછી વિશ્વ કપ ફાઇનલ રમવાનું સપનું તૂટી ગયું.

ગોલ્ડન બૂટની રેસમાં મેસી આગળ

લિયોનેલ મેસી આ મેચમાં ગોલ કરી શક્યા નહીં, પરંતુ તેમના બે એસીસ્ટથી તેમને ગોલ્ડન બૂટની રેસમાં લીડ મળી. મેસી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે બંનેના નામે આ વિશ્વ કપમાં 8-8 ગોલ છે, પરંતુ મેસીના નામે વધુ એસીસ્ટ હોવાને કારણે તેઓ હાલમાં ટોચ પર પહોંચી ગયા છે.

મેસી વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ 21 ગોલ કરનાર ખેલાડી પણ બની ગયા છે. જોકે, તેમની નજર હવે વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં આર્જેન્ટિનાને વધુ એક વિશ્વ કપનો ખિતાબ અપાવવા પર છે.

હવે આર્જેન્ટિના વિશ્વ ચેમ્પિયન બનવાથી માત્ર એક જીત દૂર છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande