નાગેશ્રી સાયબર ફ્રોડ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી જતીન માવાણી એલસીબીના હાથે ઝડપાયો
અમરેલી,, 18 જુલાઈ (હિ.સ.) નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલતા આરોપી જતીન માવાણીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી લાંબા સમયથી પોલીસથી બચવા માટે સતત
નાગેશ્રી સાયબર ફ્રોડ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી જતીન માવાણી એલસીબીના હાથે ઝડપાયો


અમરેલી,, 18 જુલાઈ (હિ.સ.)

નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલતા આરોપી જતીન માવાણીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપી લાંબા સમયથી પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતો હોવાથી તેની ધરપકડ પોલીસ માટે પડકારરૂપ બની હતી.

એલસીબીની ટીમને બાતમી મળતા આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ચોક્કસ માહિતીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન જતીન માવાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો છે અને તે ગુનો નોંધાયા બાદથી ફરાર હતો.

આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે નાગેશ્રી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ દરમિયાન સાયબર ફ્રોડના અન્ય ગુનાઓમાં સંડોવણી, સાગરીતો અને છેતરપિંડીના નેટવર્ક અંગે પણ મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમરેલી એલસીબીની આ કામગીરીને જિલ્લામાં સાયબર ગુનાઓ સામેની અસરકારક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande