
જમ્મુ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). 3,029 યાત્રાળુઓનો નવો કાફલો મંગળવારે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીરમાં બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 21મો કાફલો સવારે 2:45 વાગ્યે 151 વાહનોના કાફલામાં રવાના થયો, જેમાં 57 બસો, 30 મધ્યમ મોટર વાહનો, 58 હળવા મોટર વાહનો અને છ દ્વિચક્રી વાહનોનો સમાવેશ થતો હતો. આ કાફલામાં 2,310 પુરુષ યાત્રાળુઓ, 590 મહિલાઓ, 14 બાળકો, 45 સાધુઓ, 40 સાધ્વીઓ અને 30 વિદેશી પુરુષ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. આજે પણ પહેલગામ રૂટ માટે કોઈ કાફલો નક્કી નહોતો.
અધિકારીઓએ જણાવ્યું કે, યાત્રાળુઓનો કાફલો મલ્ટી-લેયર સુરક્ષા વચ્ચે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નવા કાફલાના રવાના થવા સાથે જ આ વર્ષે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા માટે જમ્મુ બેઝ કેમ્પથી નીકળેલા યાત્રાળુઓની કુલ સંખ્યા 1,30,355 થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ