સીજેપી પ્રવક્તા આશુતોષ અને દીપક બાલિયાન ઘરે પરત ફર્યા
નવી દિલ્હી, 28 જુલાઈ (હિં.સ.). સોશિયલ મીડિયા અભિયાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રવક્તા આશુતોષ રાંકા અને દીપક બાલિયાન મંગળવારે જયપુર સ્થિત પોતાના ઘરે પરત ફર્યા. આ માહિતી ખુદ રાંકાએ એક્સ પર શેર કરી. તેમણે કહ્યું, છેલ્લા બે મહિનાથી દિલ્હીમાં વિર
સીજેપી ના પ્રવક્તા આશુતોષ રાંકા


નવી દિલ્હી, 28 જુલાઈ (હિં.સ.). સોશિયલ મીડિયા અભિયાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રવક્તા આશુતોષ રાંકા અને દીપક બાલિયાન મંગળવારે જયપુર સ્થિત પોતાના ઘરે પરત ફર્યા. આ માહિતી ખુદ રાંકાએ એક્સ પર શેર કરી. તેમણે કહ્યું, છેલ્લા બે મહિનાથી દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કર્યા પછી, આજે મારા સાથી દીપક બાલિયાન અને હું જયપુર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા છીએ. અમે આજે સાંજે પાંચ વાગ્યે રાજસ્થાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મળીશું. રાંકાએ કહ્યું કે, જ્યાં સુધી આપણે દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારી નહીં લઈએ, ત્યાં સુધી સીજેપી ચૂપ નહીં બેસે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર પર આશરે 37 દિવસ સુધી સીજેપી એ વિદ્યાર્થી આંદોલન ચલાવ્યું. આ દરમિયાન કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરનારા સીજેપી ના પ્રતિનિધિઓમાં પ્રવક્તા સૌરવ દાસની સાથે આશુતોષ રાંકા પણ હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande