જાહેર પરીક્ષાઓમાં નકલ પર કડક કાર્યવાહી થશે, સુધારા વિધેયક લોકસભામાં રજૂ
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓ પર અસરકારક અંકુશ લગાવવાના ઉદ્દેશ્યથી મંગળવારે લોકસભામાં લોક પરીક્ષા (અયોગ્ય સાધન નિવારણ) સુધારા વિધેયક, 2026 રજૂ કર્યું. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડો.
જીતેન્દ્ર


નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓ પર અસરકારક અંકુશ લગાવવાના ઉદ્દેશ્યથી મંગળવારે લોકસભામાં લોક પરીક્ષા (અયોગ્ય સાધન નિવારણ) સુધારા વિધેયક, 2026 રજૂ કર્યું. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે વિધેયક પર વિચારણા કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે, તેનો ઉદ્દેશ્ય વર્ષ 2024માં લાગુ કરાયેલા કાયદાને વધુ અસરકારક અને કડક બનાવવાનો છે, જેથી વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યનું રક્ષણ સુનિશ્ચિત કરી શકાય.

ડો. સિંહે જણાવ્યું કે, પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિઓની ઘટનાઓ કોઈ એક રાજ્ય કે સરકાર પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે રેલવે ભરતી બોર્ડ, અખિલ ભારતીય એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, એઈમ્સ, તમિલનાડુ લોક સેવા આયોગ, ઉત્તર પ્રદેશ B.Ed પ્રવેશ પરીક્ષા તથા પશ્ચિમ બંગાળ સંયુક્ત પ્રવેશ પરીક્ષા સહિતના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ જ અનુભવોના આધારે વર્ષ 2024માં વ્યાપક કાયદો બનાવવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2024નો કાયદો સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી), કર્મચારી પસંદગી આયોગ (એસએસસી), રેલવે ભરતી બોર્ડ, બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (આઈબીપીએસ) તથા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ) જેવી સંસ્થાઓની પરીક્ષાઓ પર લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત પરીક્ષા સંબંધિત ગુનાઓને સંજ્ઞેય, બિન-જામીનપાત્ર અને બિન-સુલહપાત્ર બનાવવામાં આવ્યા હતા.

મંત્રીએ જણાવ્યું કે, સુધારા વિધેયક હેઠળ પરીક્ષામાં ગેરરીતિનો ઉપયોગ કરનારાઓ માટે લઘુત્તમ સજા 3 વર્ષથી વધારીને 5 વર્ષ અને મહત્તમ સજા 10 વર્ષ સુધી કરવાની દરખાસ્ત છે. દંડની મહત્તમ રકમ પણ 10 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, સુધારામાં સેવા પ્રદાતાઓની વ્યાખ્યાનો વિસ્તાર કરતા પરીક્ષા આયોજન સાથે સંકળાયેલી સંસ્થાઓ, કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, ઠેકેદારો અને ટેકનિકલ સેવા પ્રદાતાઓને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે. દોષિત ઠરવા પર આવા સેવા પ્રદાતાઓ પર મહત્તમ 5 કરોડ રૂપિયાનો દંડ લગાવી શકાશે તથા પરીક્ષા સંચાલન પર પ્રતિબંધની અવધિ 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરવાની દરખાસ્ત છે. પરીક્ષા આયોજન પર થયેલા ખર્ચની વસૂલાત પણ સંબંધિત સંસ્થા પાસેથી કરવામાં આવશે.

ડો. સિંહે જણાવ્યું કે, ફક્ત નીચલા સ્તરના કર્મચારીઓને દંડિત કરવા પૂરતું નથી, તેથી કંપનીઓ અને સંસ્થાઓના ડિરેક્ટરો તથા વરિષ્ઠ મેનેજમેન્ટને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમના માટે પણ 5 થી 10 વર્ષ સુધીના કારાવાસ અને 5 કરોડ રૂપિયા સુધીના દંડનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. જો કોઈ સંગઠિત અપરાધ ગેંગ કે માફિયાની સંડોવણી જણાશે તો દંડ વધારીને 10 કરોડ રૂપિયા સુધી કરી શકાશે.

તેમણે જણાવ્યું કે, કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતોનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. તપાસ 2 મહિનાની અંદર પૂરી કરવી પડશે અને ત્યારબાદ 3 મહિનાની અંદર કેસનો નિકાલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અપીલ ફક્ત ઉચ્ચ ન્યાયાલયની દ્વિ-પીઠ સમક્ષ નિર્ધારિત સમય મર્યાદાની અંદર જ કરી શકાશે.

મંત્રીએ જણાવ્યું કે, પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે સુરક્ષિત અને લીક-પ્રૂફ બનાવવા માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય કાર્યબળની રચના કરી છે, જેમાં નંદન નીલેકણી, ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ, ડીઆઈબી ના પૂર્વ પ્રમુખ તપન ડેકા તથા આઇઆઇટી મદ્રાસના નિર્દેશક વી. કામકોટી સહિત શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો સામેલ છે. તેમણે કહ્યું કે, રાધાકૃષ્ણન સમિતિની 46 મુખ્ય ભલામણોમાંથી લગભગ 35 પર અમલ કરવામાં આવ્યો છે. તેમણે તમામ રાજકીય પક્ષોને વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વપૂર્ણ સુધારા વિધેયકને સમર્થન આપવા અપીલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande