
લખનૌ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). સંત શિરોમણિ રવિદાસના 650મા જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દેશભરમાં વિભાગ સ્તરે સમરસતા યાત્રાઓ કાઢશે. વિહિપના કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય સામાજિક સમરસતા પ્રમુખ દેવજી ભાઈ રાવતે જણાવ્યું કે, સંત રવિદાસનો સામાજિક સમરસતા, સમાનતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આજે પણ સમાજ માટે એટલો જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે.
દેવજી ભાઈ રાવતે હિન્દુસ્થાન સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિહિપ દેશભરમાં સમરસતા યાત્રાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે, જેથી સંત રવિદાસના વિચારો અને તેમના સામાજિક સમરસતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય. તેમણે જણાવ્યું કે, સમરસતા યાત્રાઓની તારીખ દરેક પ્રાંત પોતાની સુવિધા અનુસાર નક્કી કરશે. અવધ પ્રાંતમાં 27 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબરની વચ્ચે સમરસતા યાત્રા કાઢવામાં આવશે.
તેમણે કહ્યું કે, રવિદાસજીના જન્મસ્થાનથી સમાધિસ્થાન સુધી જ્યાં-જ્યાં તેમની સાથે સંકળાયેલા સ્થળો અને મંદિરો છે ત્યાંથી સમરસતા યાત્રાઓ કાઢવામાં આવશે. સંતોની પદયાત્રાઓ થશે. પ્રખંડ સ્તરે સમરસતા સહભોજના આયોજન થશે.
આ ઉપરાંત આ વર્ષે વિહિપનું 22 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી સભ્યતા અભિયાન પણ ચાલશે. આ વખતે સંગઠને બે કરોડથી વધુ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે વિહિપ અશોક સિંઘલની જન્મ શતાબ્દી વર્ષ પણ ઉજવશે. આ દરમિયાન ગૌ સંમેલન, કિસાન સંમેલન, વેદ વિદ્યાલય એકત્રીકરણ, સમરસતા ગોષ્ઠિઓ, સદ્ભાવના બેઠકો તથા અર્ચક-પુરોહિત અને સર્વજાતિ પુરોહિત પ્રશિક્ષણ વર્ગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિહિપ સંત રવિદાસ જયંતિની સાથે-સાથે અશોક સિંઘલના જન્મ શતાબ્દીના કાર્યક્રમો પણ સાથે-સાથે કરશે. અશોક સિંઘલનો જન્મ 27 સપ્ટેમ્બર 1926ના રોજ થયો હતો. તેમનું નિધન 17 નવેમ્બર 2015ના રોજ થયું.
હિન્દુસ્થાન સમાચાર / બ્રિજનંદન / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ