'આર્યભટ્ટ કા ઝીરો' માં સંઘર્ષ અને આત્મવિશ્વાસની પ્રેરક વાર્તા જોવા મળશે, ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) આગામી હિન્દી ફિલ્મ ''આર્યભટ્ટ કા ઝીરો'' નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ 2 મિનિટ 38 સેકન્ડનું ટ્રેલર એક એવા સામાન્ય યુવકની વાર્તા રજૂ કરે છે, જે નિષ્ફળતાઓ, તૂટેલા સપનાઓ, પારિવારિક જવાબદારીઓ અને સમાજના મ
ફિલ્મ


નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) આગામી હિન્દી ફિલ્મ 'આર્યભટ્ટ કા ઝીરો' નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ 2 મિનિટ 38 સેકન્ડનું ટ્રેલર એક એવા સામાન્ય યુવકની વાર્તા રજૂ કરે છે, જે નિષ્ફળતાઓ, તૂટેલા સપનાઓ, પારિવારિક જવાબદારીઓ અને સમાજના મહેણાં-ટોણાં વચ્ચે પોતાની ઓળખ બનાવવાની લડાઈ લડે છે. ટ્રેલરમાં પિતા-પુત્રના ભાવનાત્મક સંબંધો, જીવનના સંઘર્ષો અને ક્યારેય હાર ન માનવાના જુસ્સાને પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવ્યો છે. તેની શરૂઆત એક અનોખા લગ્નના દ્રશ્યથી થાય છે, જ્યાં હળવાશભર્યા અંદાજ પછી વાર્તા મુખ્ય પાત્ર બ્રહ્મગુપ્ત શ્રીવાસ્તવ ઉર્ફે 'બગ્ગુ' ની સફર તરફ આગળ વધે છે.

ફિલ્મમાં હિમાંશ કોહલીએ, બગ્ગુની ભૂમિકા ભજવી છે. જેના જીવનમાં સતત નિષ્ફળતાઓ, પ્રેમમાં હાર અને પારિવારિક સંઘર્ષો છે, પરંતુ તે દરેક મુશ્કેલીનો દ્રઢતાપૂર્વક સામનો કરે છે. ટ્રેલરના ભાવનાત્મક સંવાદો અને પ્રેરણાદાયક સંદેશાઓ દર્શકોનું ધ્યાન ખેંચે છે. ફિલ્મમાં હિમાંશ કોહલી સાથે, સોનાલી સહગલ, રવિ કિશન, દર્શના બાનિક, રાજેશ શર્મા, ગોપાલ દત્ત, ઇશ્લીન પ્રસાદ, અલકા અમીન, નીરજ સૂદ અને શિલ્પા શિંદે મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન કમલ ચંદ્રાએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ બીરેન્દ્ર ભગત, રવિ એસ. ગુપ્તા, સંજય નાગપાલ અને શેઓ બાલક સિંહે કર્યું છે. હિમાંશ કોહલીએ કહ્યું કે, બગ્ગુ એવા લાખો યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ વારંવાર પડવા છતાં હાર માનતા નથી. જ્યારે નિર્માતા બીરેન્દ્ર ભગતે તેને, આશા જગાવનારી વાર્તા ગણાવી, જ્યારે નિર્દેશક કમલ ચંદ્રાએ કહ્યું કે, આ ફિલ્મ આત્મવિશ્વાસ અને નવી શરૂઆતની શક્તિનો સંદેશ આપે છે. 'આર્યભટ્ટ કા ઝીરો' 7 ઓગસ્ટ 2026 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande