
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) આકારણી વર્ષ 2026-27 એટલે કે નાણાકીય વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન, આઇટીઆર ફાઇલ કરવા માટે હવે માત્ર 3 દિવસનો સમય બાકી છે. સામાન્ય કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. જ્યારે, બિઝનેસ ક્લાસ (આઇટીઆર-3 અને આઇટીઆર-4) ના કેટલાક કરદાતાઓ માટે તે 31 ઓગસ્ટ, 2026 છે.
આવકવેરા વિભાગે બુધવારે ‘એક્સ’ પર જારી કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, આઇટીઆરની ડેડલાઇન ચૂકવી એ 'હિટ વિકેટ' થવા જેવું છે, જેને સરળતાથી ટાળી શકાય છે. મોડા આવકવેરા રિટર્ન ભરવા પર લાગતી ફી અને વ્યાજથી બચો, વહેલા આઇટીઆર ફાઇલ કરીને તેને 'ફ્રી હિટ' માં બદલો. વિભાગે જણાવ્યું હતું કે, આકારણી વર્ષ 2026-27 માટે આઇટીઆર-1 અને આઇટીઆર-2, 31 જુલાઈ, 2026 પહેલાં મેળવી લો અને તમારું રિટર્ન http://incometax.gov.in પર ફાઇલ કરી દો.
વિભાગના મતે જો તમે 31 જુલાઈ સુધીમાં, આઇટીઆર ભરવાનું ચૂકી જાઓ છો તો 31 ડિસેમ્બર સુધી દંડ ભરીને 'બિલેટેડ રિટર્ન' ફાઇલ કરી શકો છો. જોકે, આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે. આઇટીઆર તમારી સંપૂર્ણ આવક, રોકાણ અને નાણાકીય લેણદેણનો સત્તાવાર રેકોર્ડ હોય છે.
નોંધનીય છે કે, જો કોઈ વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો તેને 5 હજાર રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેને લેટ ફી તરીકે એક હજાર રૂપિયા ભરવા પડશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ