દાનપેટી લઈને સંસદ પહોંચ્યા સપાના સાંસદો, કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) રામ મંદિરમાં કથિત ચઢાવા અને દાન ચોરીના આરોપોને લઈને, બુધવારે સમાજવાદી પાર્ટી (સપા) ના સાંસદોએ સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. સપાના સાંસદો હાથમાં દાનપેટી અને પોસ્ટર લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જ
સંસદ


નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) રામ મંદિરમાં કથિત ચઢાવા અને દાન ચોરીના આરોપોને લઈને, બુધવારે સમાજવાદી પાર્ટી (સપા) ના સાંસદોએ સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. સપાના સાંસદો હાથમાં દાનપેટી અને પોસ્ટર લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.

પ્રદર્શનમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ અને પક્ષના અન્ય ઘણા સાંસદો સામેલ થયા. સપાના નેતાઓએ આરોપ લગાવ્યો કે, મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

અખિલેશ યાદવે કહ્યું કે, જે સરકાર મંદિરની દાનપેટીની સુરક્ષા કરી શકતી નથી, તે દેશ અને યુવાનોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રાખશે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande