પ્રધાનમંત્રી મોદીએ, ગુરુ પૂર્ણિમા પર ગુરુના છ સ્વરૂપોનું મહત્વ જણાવ્યું
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા, ગુરુના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, ગુરુ ફક્ત જ્ઞાન જ નથી આપતા, પરંતુ પોતાના શિષ્યોમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરીને તેમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા, ગુરુના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, ગુરુ ફક્ત જ્ઞાન જ નથી આપતા, પરંતુ પોતાના શિષ્યોમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરીને તેમને સુવિચારો અને સુસંસ્કારોથી સુશિક્ષિત કરે છે. પ્રધાનમંત્રીએ સૌને, ગુરુજનોના આદર્શોને પોતાના જીવનનું સંબળ બનાવવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે એક્સ પર સુભાષિતમ્ શેર કર્યું, “प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा। शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः॥” આ સુભાષિતમાં ગુરુના છ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો ભાવાર્થ છે કે, જે વ્યક્તિ જીવનમાં પ્રેરણા આપે છે, સાચી દિશા અને માર્ગની સૂચના આપે છે, જ્ઞાન અને સત્યનો બોધ કરાવે છે, માર્ગદર્શન કરે છે, શિક્ષણ આપે છે અને સમજ વિકસાવીને આત્મ-વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે, તે ગુરુના રૂપમાં સ્મરણીય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરુ જ્ઞાનની સાથે શિષ્યોમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરીને તેમને સારા વિચારો અને સંસ્કારોથી ઘડે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande