
હૈદરાબાદ, નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.): આંધ્રપ્રદેશના મારકપુર જિલ્લામાં શુક્રવારે સવારે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. બધા મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવે છે, જેઓ ઓટો-રિક્ષામાં લગ્ન માટે મંદિર જઈ રહ્યા હતા.
માર્કપુર સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી યુ. નાગા રાજુએ જણાવ્યું હતું કે, અકસ્માત બેંગલુરુ હાઇવે પર કંબમમાં રાત્રે 1 વાગ્યે થયો હતો જ્યારે દુલ્હન રસ્તાની બાજુમાં વિનાયક સ્વામી મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ હતી. બાકીના લોકો બહાર વાહનમાં રાહ જોઈ રહ્યા હતા. દુલ્હનના પરિવારે મંદિર પાસે તેમની ઓટો-રિક્ષા રોકી હતી, ત્યારે એક ટ્રકે તેમને પાછળથી ટક્કર મારી હતી. દુલ્હનના બે મોટા ભાઈઓ, તેની ભાભી અને એક પિતરાઈ ભાઈ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ અવુલ અલકનંદા (19), અવુલ અંકલ્લુ (20), અવુલ નાગેશ (17) અને અવુલ નાગેશ્વરી (2) તરીકે થઈ છે. તે બધા ગિદ્દાલુરના નાલ્લાબંધા બજારના રહેવાસી હતા.
સદનસીબે દુલ્હન અકસ્માતમાં બચી ગઈ, કારણ કે તે સમયે તે મંદિરની અંદર હતી. પોલીસે જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ