
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યોએ ગુરુવારે, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારાઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 'લોંગ જમ્પ' સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ મુરલી શ્રીશંકરને હાર્દિક અભિનંદન! સતત કોમનવેલ્થ સિલ્વર મેડલ જીતવો એ એક ખૂબ મોટી સિદ્ધિ છે, જેના પર સમગ્ર દેશને ગર્વ છે. અમે તમારા ઉજ્જવળ ભવિષ્ય અને સતત સફળતાની કામના કરીએ છીએ. ભારતીય પેરા એથ્લેટિક્સે, રમતમાં શાનદાર પ્રદર્શનનો એક યાદગાર અધ્યાય લખ્યો છે. પુરુષોની 100 મીટર ટી-47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ દિલીપ મહાદુ ગાવિત અને સિલ્વર મેડલ જીતવા બદલ મોહમ્મદ બાસિલ મોર્સિંગાનાકાથીને ખૂબ ખૂબ અભિનંદન! તમારી આ ઐતિહાસિક ગોલ્ડ-સિલ્વર જીત ભારતીય પેરા એથ્લેટિક્સ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આશા છે કે, તમે તમારા અદ્ભુત સંકલ્પ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશને પ્રેરિત કરતા રહેશો.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે, ભારતનું શાનદાર પ્રદર્શન આપણા એથ્લેટ્સની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને રમતમાં ખેલાડીઓની શ્રેષ્ઠતાનો પુરાવો છે. તેઓ તેમના વધુ સફળ થવાની કામના કરે છે કારણ કે તેઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
ઓમ બિરલાએ કહ્યું કે, સતત કોમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ જીતવો એ એક શાનદાર સિદ્ધિ છે અને આ તમારા સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનનો પુરાવો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય ખેલાડીઓની શાનદાર સાતત્યતા, મજબૂતી અને અડગ સંકલ્પ દર્શાવે છે. તેમની આ સફળતા ભારત માટે ગર્વની ક્ષણ છે અને દેશભરના અસંખ્ય યુવા એથ્લેટ્સ માટે પ્રેરણા છે. તેઓ તેમના માટે ભવિષ્યમાં વધુ સફળતા અને દેશ માટે વધુ સન્માન લાવવાની કામના કરે છે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે પુરુષોની પેરા 100 મીટર T47 સ્પર્ધામાં ગેમ્સ રેકોર્ડ (10.71 સેકન્ડ) સાથે ગોલ્ડ મેડલ જીતનાર દિલીપ મહાદુ ગાવિત અને સિલ્વર મેડલ (10.83 સેકન્ડ) જીતનાર મોહમ્મદ બાસિલને ખૂબ ખૂબ અભિનંદન. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ પેરા-એથ્લેટ બનીને દિલીપે ઇતિહાસ રચ્યો છે, જેનાથી આ સિદ્ધિ વધુ ખાસ બની ગઈ છે. ખૂબ સરસ, ચેમ્પિયન્સ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ