ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત ત્રણ રાજ્યો ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશમાં આજે પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું. આમાં બિહારની બાંકીપુર, મધ્ય પ્રદેશની દતિયા અને ગુજરાતની મંજલપુર વિધાનસભા બેઠકનો સમાવેશ
સાંકેતિક


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત ત્રણ રાજ્યો ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશમાં આજે પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું. આમાં બિહારની બાંકીપુર, મધ્ય પ્રદેશની દતિયા અને ગુજરાતની મંજલપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બાંકીપુર બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનના એપ્રિલમાં રાજ્યસભા માટે ચૂંટાવાને કારણે ખાલી પડી છે. બાંકીપુરને ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે. ત્રણેય બેઠકોના પરિણામ 3 ઓગસ્ટે આવશે.

દતિયા બેઠક કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને સજા સંભળાવ્યા બાદ ખાલી પડી છે. સજાને કારણે એપ્રિલમાં તેમની વિધાનસભા સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી. માંજલપુરમાં પેટાચૂંટણી ભાજપના 8 વખતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધનને કારણે થઈ રહી છે. લાંબી બીમારી બાદ 2 જૂને તેમનું નિધન થયું હતું. 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મંજલપુર બેઠક પર હંમેશા ભાજપનો દબદબો રહ્યો છે.

દતિયામાં ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારી અને કોંગ્રેસના ઘનશ્યામ સિંહ વચ્ચે કાંટાની ટક્કર છે. બાંકીપુરમાં ભાજપ તરફથી નીરજ કુમાર સિંહા મેદાનમાં છે. જનસુરાજમાંથી પ્રશાંત કિશોર અને આરજેડીમાંથી રેખા ગુપ્તા પણ નસીબ અજમાવી રહ્યા છે. મંજલપુરથી ભાજપે સતીષ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી છે. ચૂંટણી પંચે તમામ મતદાન કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વીવીપેટનો બંદોબસ્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande