સંસદ ભવન પરિસરમાં ઇન્ડી ગઠબંધનનું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ પર કાર્યવાહી અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે સરકારને ઘેરી
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). પ્રશ્નપત્ર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને કથિત પેલેટ ગન ચલાવવાને લઈને, વિપક્ષી ઇન્ડી ગઠબંધને ગુરુવારે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને મોટા પોસ્ટર લઈને વ
વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને મોટા પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). પ્રશ્નપત્ર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને કથિત પેલેટ ગન ચલાવવાને લઈને, વિપક્ષી ઇન્ડી ગઠબંધને ગુરુવારે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને મોટા પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો.

પ્રદર્શનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, ધર્મેન્દ્ર યાદવ, સંજય રાઉત અને કિશોરી લાલ શર્મા સહિત અનેક વિપક્ષી સાંસદો હાજર રહ્યા. વિપક્ષી નેતાઓએ ચઢાવા ચોર ગદ્દી છોડ જેવા નારા લગાવ્યા અને એક મોટું પોસ્ટર પકડ્યું, જેના પર 'આદેશ કોણે આપ્યો' એમ લખેલું હતું.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક્સ પર લખ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ ક્યાં સુધી દેશને જવાબ નહીં આપે. ગૃહમંત્રી સંસદમાંથી ગાયબ છે અને વિપક્ષી સાંસદો સંસદ ભવનના મકર દ્વાર પર વિરોધ કરી રહ્યા છે. વિપક્ષ આ સ્પષ્ટ જવાબ માંગે છે કે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો અને શા માટે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા રોકવામાં આવ્યા.

વિપક્ષી સાંસદોએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહી અને પેલેટ ગનના ઉપયોગની ઘટનાઓ ગંભીર છે અને સરકારે આ અંગે જવાબ આપવો જોઈએ. સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande