જોર્ડનમાં અમેરિકી બેઝ પર હુમલા બાદ ઈરાનના અનેક શહેરોમાં ભારે બોમ્બમારો
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.): જોર્ડનમાં અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો મોંઘો સાબિત થયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ આજે ઈરાનમાં હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં અનેક શહેરો પર ભારે બોમ્બમાર
અમેરિકા-ઈરાન યુદ્ધ


તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.): જોર્ડનમાં અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો મોંઘો સાબિત થયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ આજે ઈરાનમાં હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં અનેક શહેરો પર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો. સેન્ટકોમે પુષ્ટિ આપી કે ઈરાને જોર્ડનમાં તેના લશ્કરી બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા. બધી મિસાઈલોને અટકાવીને આ હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો.

સીબીએસ ન્યૂઝ, એક્સિઓસ અને અલ જઝીરાના અહેવાલો અનુસાર, સેન્ટકોમે જણાવ્યું હતું કે, મિસાઈલો ઈરાની પ્રદેશમાંથી છોડવામાં આવી હતી. આ ઈરાનનો પહેલો સીધો બેલિસ્ટિક મિસાઈલ હુમલો છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે અમેરિકાએ રાજદ્વારી વાટાઘાટોને સરળ બનાવવા માટે ઈરાન સામેના તેના આક્રમણને અટકાવ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જોર્ડન હુમલા પર કડક પ્રતિક્રિયા આપતાં જાહેરાત કરી હતી કે, ઈરાને કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુએસ સૈનિકોને નિશાન બનાવતા કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

અગાઉ, યુએસ અને સાઉદી દળોએ મંગળવારે મોડી રાત્રે ઇરાકમાં કાર્યરત ઈરાન સમર્થિત લશ્કરી જૂથોને નિશાન બનાવીને સંયુક્ત હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ હુમલામાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ (પીએમએફ) ના ઓછામાં ઓછા 20 લડવૈયાઓ માર્યા ગયા હતા. સાઉદી અરેબિયાએ કહ્યું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ દેશના પૂર્વીય પ્રાંતમાં તેલ સ્થાપનો પર લક્ષ્ય રાખતા ઘણા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા બાદ સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરવામાં આવી. સાઉદી અરેબિયાએ હુમલાના પ્રયાસ માટે ઇરાકમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોને દોષી ઠેરવ્યા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય બેઠક યોજ્યા પછી તરત જ લશ્કરી હુમલા કરવામાં આવ્યા. બંને નેતાઓ વચ્ચેની ચર્ચા મુખ્યત્વે ઈરાન સંબંધિત પ્રાદેશિક વ્યૂહરચના પર કેન્દ્રિત હતી. દરમિયાન, એક બ્રિટિશ દરિયાઈ સુરક્ષા કંપનીએ જણાવ્યું હતું કે ઇજિપ્તના બંદર પર ડ્રોન હુમલામાં કુદરતી ગેસ વહન કરતા બે જહાજોમાં આગ લાગી હતી. અમેરિકાએ હુમલા શરૂ કરવાની સાથે જ ઈરાન સામે કડક પ્રતિબંધોની જાહેરાત કરી. સ્ટેટ ડિપાર્ટમેન્ટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની યોજનામાં સામેલ હોવાના આરોપમાં આઠ સંસ્થાઓ પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી.

યુએસ હુમલા પછી, કેશ્મ આઇલેન્ડ, કિશ, બંદર અબ્બાસ, અબાદાન અને બુશેહરમાં વિસ્ફોટો સંભળાયા. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો કે, ઇરાકમાં યુએસ-સાઉદી સંયુક્ત હુમલામાં ચાર ઈરાની સલાહકારો પણ માર્યા ગયા. કેશ્મ ટાપુ પર થયેલા હુમલા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, આ અહેવાલ તસ્નીમ સમાચાર એજન્સી દ્વારા પુષ્ટિ આપવામાં આવ્યો છે. ઘણા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ક્રુઝ મિસાઈલો દક્ષિણ ઈરાનમાં અનેક સ્થળોએ ત્રાટક્યો હતો. મિસાઈલ હુમલાથી કેશ્મ ટાપુના વિદ્યુત ગ્રીડ પર અસ્થાયી રૂપે વીજળી ખોરવાઈ ગઈ હતી. તસ્નીમ અનુસાર, આજે સવારે યુએસ ફાઇટર જેટ્સે કેશ્મ ટાપુ ઉપર ઉડાન ભરી હતી અને ટાપુ પર અનેક સ્થળોએ મિસાઈલ છોડ્યા હતા.

ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા આઈઆરઆઈબી એ અહેવાલ આપ્યો છે કે, કેશ્મ ટાપુ પર રહેણાંક મકાન પર યુએસના હુમલા બાદ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હોર્મોઝગન પ્રાંતના ડેપ્યુટી ગવર્નરે આની પુષ્ટિ કરી છે. તસ્નીમ અનુસાર, યુએસ દળોએ ફાર્સ પ્રાંતના કાઝેરૂન શહેરની બહારના એક સ્થાનને નિશાન બનાવ્યું હતું. યુએસ દળોએ દક્ષિણપશ્ચિમ ખુઝેસ્તાન પ્રાંતના આહવાઝમાં પણ અનેક સ્થળોએ હુમલા કર્યા હતા, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. શહેરના ઓછામાં ઓછા સાત સ્થળોએ હુમલો થયો હતો. પ્રાંતના શાદેગન, અરવંદકેનાર અને અબાદાન શહેરો વિસ્ફોટોથી હચમચી ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande