
કલકતા, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મણિરત્નમ આ દિવસોમાં કલકતામાં પોતાની આગામી તમિલ ફિલ્મનું, શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય સેતુપતિ અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકાઓમાં છે. બુધવારે સવારથી શરૂ થયેલું શૂટિંગનો દોર આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે.
મહાકરણ (રાઈટર્સ બિલ્ડિંગ) પાસે સાઈ પલ્લવીને સ્કૂટી ચલાવતા, એક દ્રશ્ય ફિલ્માવતા જોવામાં આવ્યા. આ પછી ધર્મતલા ટ્રામ ડેપોમાં શૂટિંગ થયું, જ્યાં સાઈ પલ્લવીએ ટ્રામની અંદર શૉટ આપ્યો. શૂટિંગ દરમિયાન મોટી સંખ્યામાં પ્રશંસકો તેમને જોવા પહોંચ્યા. અભિનેત્રીએ હસતા મોઢે તેમનું અભિવાદન કર્યું. કુમ્હારટોલીમાં શૂટિંગ દરમિયાન તેમણે પ્રશંસકો સાથે સેલ્ફી પણ પડાવી.
ફિલ્મનું શૂટિંગ પ્રિન્સેપ ઘાટમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થયું. આવનારા દિવસોમાં પાર્ક સ્ટ્રીટના પ્રતિષ્ઠિત વિસ્તારોમાં પણ ફિલ્માંકન કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે, કલકતામાં લગભગ 10 દિવસ સુધી આ ફિલ્મનું શૂટિંગ ચાલશે.
ફિલ્મનું સંગીત ઑસ્કર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન તૈયાર કરી રહ્યા છે. આ પહેલા મણિરત્નમે વર્ષ 2004માં ફિલ્મ 'યુવા'નું શૂટિંગ પણ કલકતામાં કર્યું હતું, જેમાં અભિષેક બચ્ચન, અજય દેવગણ, વિવેક ઓબેરોય, રાની મુખર્જી, કરીના કપૂર અને ઈશા દેઓલ જેવા કલાકારો જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંતોષ વિશ્વકર્મા / સંતોષ મધુપ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ