
ઈમ્ફાલ, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસે ડ્રગ્સની હેરફેર અને બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે, અલગ અલગ કાર્યવાહીમાં એક કિલોગ્રામથી વધુ શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું છે અને આસામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રતિબંધિત કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (કેસીપી) ના બે સક્રિય ઉગ્રવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ગુરુવારે, સેનાપતિ જિલ્લાના સેનાપતિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટી-ખુલેન ચેકપોસ્ટ પર સુરક્ષા દળોએ સફેદ બોલેરો (એનએલ-07સીસી-2510) ને રોકીને તપાસ કરી. વાહનમાં સવાર મુસાફર, આસામના મોરીગાંવ જિલ્લાનો રહેવાસી, અલાલ ઉદ્દીન (33) ની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી 1.120 કિલોગ્રામ શંકાસ્પદ હેરોઈન અને ₹5,000 રોકડા મળી આવ્યા હતા.
વધુમાં, 29 જુલાઈના રોજ, મણિપુર પોલીસે થોઉબલ જિલ્લાના ખોંગજોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 2 પર ખોંગજોમ વિસ્તારમાંથી પ્રતિબંધિત કેસીપી (એમએફએલ) ના સક્રિય સભ્ય ની ધરપકડ કરી હતી. ઉપરાંત એક અલગ કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ કેસીપી (નોંગડ્રેનખોમ્બા) જૂથના સક્રિય સભ્ય ને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઇમ્ફાલ પોલીસ સ્ટેશન વિસ્તારના થાંગમેઇબંદ પોલેમ લીકાઈ ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ