
કાઠમંડુ, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). નેપાળ પોલીસે ગુરુવારે રાજધાની કાઠમંડુમાં એક ડાન્સ ક્લબમાં બે ભારતીય પ્રવાસીઓ પર હુમલો અને દુર્વ્યવહાર કરવાના આરોપમાં બે નેપાળી નાગરિકોની ધરપકડ કરી છે.
પોલીસ ઉપાધ્યક્ષ કૌશલ કુમાર બુધાથોકીના જણાવ્યા અનુસાર, કંચનપુર બેલદાંડી નિવાસી મહેશ રોકાયા અને નુવાકોટ નિવાસી સુરેન્દ્ર શ્રેષ્ઠાને કાઠમંડુના લાઝીમપટ સ્થિત બોલીવુડ ડાન્સ ક્લબમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે, ડાન્સ ક્લબના કર્મચારીઓએ ભારતીય નાગરિકો પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો હતો, બિલ વધારી દીધા હતા અને તેમને મોબાઇલ બેંકિંગ દ્વારા ચૂકવણી કરવા દબાણ કર્યું હતું. વધુમાં, આરોપીઓએ પોલીસ કર્મચારીઓને કામ કરતા અટકાવ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ