આકારણી વર્ષ 2026-27 માટે 5 કરોડથી વધુ આઇટીઆર ફાઇલ, 31 જુલાઈ છે છેલ્લી તારીખ
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). આકારણી વર્ષ 2026-27 માટે 5 કરોડથી વધુ આવકવેરા રિટર્ન (આઇટીઆર) પહેલેથી જ ફાઇલ કરવામાં આવ્યા છે. આઇટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. આવકવેરા વિભાગે ''એક્સ'' પર જારી કરેલી પોસ્ટમાં કરદાતાઓને સલાહ આપી છે કે, અંત
આવકવેરા વિભાગે જાહેર કરેલું ચિત્ર


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). આકારણી વર્ષ 2026-27 માટે 5 કરોડથી વધુ આવકવેરા રિટર્ન (આઇટીઆર) પહેલેથી જ ફાઇલ કરવામાં આવ્યા છે. આઇટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે.

આવકવેરા વિભાગે 'એક્સ' પર જારી કરેલી પોસ્ટમાં કરદાતાઓને સલાહ આપી છે કે, અંતિમ તારીખ આવે તે પહેલાં તમામ કરદાતાઓ આઇટીઆર-1 અને આઇટીઆર-2 જમા કરાવી દે જેથી અંતિમ તારીખ નજીક આવતા ઉતાવળ અને અન્ય તકનીકી અવરોધોથી બચી શકાય.

વિભાગે જણાવ્યું, આકારણી વર્ષ 2026-27 માટે 5 કરોડથી વધુ આઇટીઆર પહેલેથી જ ભરવામાં આવ્યા છે. છેલ્લા સમયની ઉતાવળની રાહ ન જુઓ. આજે જ આકારણી વર્ષ 2026-27 માટે તમારું આઇટીઆર-1 અથવા આઇટીઆર-2 ચકાસો અને ફાઇલ કરો. સ્માર્ટ રીતે http://incometax.gov.in પર તમારું આઇટીઆર ફાઇલ કરો.

આવકવેરા વિભાગે આ રિમાઇન્ડર તે કરદાતાઓ માટે 31 જુલાઈની અંતિમ તારીખ પહેલાં આપ્યું છે, જેમને આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે પોતાના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાની જરૂર નથી.

નોંધનીય છે કે, વ્યક્તિગત કરદાતાઓ, પગારદાર કર્મચારીઓ અને એચયુએફ માટે 31 જુલાઈની અંતિમ તારીખ છે, જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી. તેઓ આઇટીઆર-1 (સહજ) અથવા આઇટીઆર-2 ફોર્મ ભરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande